(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૯
દેશભરમાં વિરોધ પ્રદર્શનને દબાવવા બદલ મોદી સરકારની આકરી ઝાટકણી કાઢતા કન્નન ગોપીનાથને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેખાવોના જૂના ફોટા શેર કરતા લખ્યું કે, ‘‘એક સમય હતો જ્યારે સરકારની ભૂલોનો વિરોધ કરવો દેશભક્તિ ગણાતી હતી. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, સરકારની ભૂલો સામે વિરોધ કરવો તે દેશહિતમાં ગણાતું હતું. તેમણે વિરોધના જૂના ફોટા શેર કરીને તેને અરવિંદ કેજરીવાલને દર્શાવ્યા હતા. કન્નને વધુમાં લખ્યું કે, હવે વિરોધ કરવો દેશવિરોધી થઇ ગયો છે અને શેરીઓમાં હિંસા કરવી પરંતુ દેખાવ કરી શકીએ. આ સરકારની દુષ્ટતા સામે લડવા કરતા મોટી દેશભક્તિ કાંઇ નથી. બાદમાં ફોટોની વિગતો આપતા કન્નને ટિ્‌વટમાં લખ્યું, સ્પષ્ટતા માટે કહું છું કે, આ જનલોકપાલ વિરોધ પ્રદર્શન છે આ દિવસો મારા યુપીએસસી તૈયારીના હતા. એકવાર વિચારને પણ પાર ન કર્યું કે, આ વિરોધથી મારી તકો પર અસર પડી શકે છે. અત્યારના સમયથી વિપરિત આકાંક્ષીઓ આ ભયમાંથી બહાર આવી શકતા ન હતા. મારા મતે અમને માની લેવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આભાર માનવો જોઇએ.