(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
ભારત સરકારના અહેવાલમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની રર ટકા કન્યાઓ શિક્ષણથી વંચિત રહેતી હોવાનો ઘટસ્ફોટ થતા ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે નિષ્ફળ ગઈ હોવાનો અને ગંભીર ન હોવાનો પુરાવો છે. આ અહેવાલ ગુજરાત કન્યા કેળવણીમાં ઉ.પ્ર. અને બિહાર કરતા પણ પાછળ હોવાનો ચોકાવનારો છે. જેનાથી ‘મોદી મોડલ’નો પરપોટો ફૂટી ગયો છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર સાથે મોદી મોડલની શિક્ષણની હકીકતો રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (ર૦૧પ-૧૬) (એનએફએચએસ-૪) ભારત સરકારના અહેવાલ અનુસાર ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર વય ૬-૧૭ વર્ષની કન્યા ૭૭.૩૮ ટકા શાળા શિક્ષણમાં પ્રવેશ મેળવે છે.
જયારે કેરાલામાં ૯૭.૭ ટકા કન્યા શાળા શિક્ષણ મેળવીને પ્રથમ ક્રમાંકે છે. શાળામાં હાજરીની સાથોસાથ અહેવાલમાં પીવાનું પાણી, શૌચાલય, આવક, જનસંખ્યા, બાળજન્મદર વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભારતના મુખ્ય ર૧ રાજયોમાં ૬૪૦ જિલ્લાના શિક્ષણ અંગેના સર્વેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની રર ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત છે. ગ્રામ્ય વિસ્તારની કન્યા શિક્ષણની સાથોસાથ શહેરી વિભાગમાં કન્યા શિક્ષણ અંગે ગુજરાત ઘણુ પાછળ છે.
ગ્રામ્ય વિસ્તારમાં કન્યા શિક્ષણ શહેરી વિસ્તારમાં કન્યા શિક્ષણ
રાજય શિક્ષણનો દર રાજય શિક્ષણનો દર
કેરાલા ૯૭.૭ ટકા કેરાલા ૯૭.૦ ટકા
ઝારખંડ ૮ર.૯ ટકા રાજસ્થાન ૮૭.૭ ટકા
બિહાર ૮૧.૧ ટકા છત્તીસગઢ ૮પ.૪ ટકા
ઓડિસ્સા ૮૦.ર ટકા બિહાર ૮પ.ર ટકા
મધ્યપ્રદેશ ૭૯.૯ ટકા ઝારખંડ ૮૩.૮ ટકા
રાજસ્થાન ૭૯.૦ ટકા ઉત્તરપ્રદેશ ૮૩.ર ટકા
ઉત્તર પ્રદેશ ૭૮.પ ટકા ગુજરાત ૮ર.ર ટકા
ગુજરાત ૭૭.૯ ટકા – –