વાપી, તા.૧૦
વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કપરાડાનાં ધારાસભ્ય જીતુ ચૌધરી ભાજપમાં જોડાઈ જતા ભાજપના પાયાના વર્ષોથી મહેનત કરતા તથા કોંગ્રેસ સાથે રાત-દિવસ મહેનત કરીને ધરમપુર કપરાડા જેવા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં ભાજપને મજબૂત કરનારા કાર્યકરો તથા અગ્રણીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. તથા વર્ષોથી જેનો ચુંટણીમાં વિરોધ કર્યો તથા તેમની કામગીરીને પ્રજા સામે નિષ્ફળ બતાવી હતી તે કોંગ્રેસનાં નેતાઓ ભાજપમાં આવી જતાં ભાજપના કાર્યકરો ખુબ જ આક્રોશમાં આવી ગયા છે. તેથી આવાં નારાજ થયેલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ઉતારીને કોંગ્રેસનો ખેસ પહેરવા લાગ્યા છે અને આજરોજ કપરાડા તાલુકાના શિક્ષણ ભવનમાં કોંગ્રેસની મિટિંગ યોજાઈ હતી જેમા ભાજપાના પૂર્વ આગેવાન બાબુ વર્ધા અને તેમની સાથે ૨૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓએ આજે ગૌરવ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસના અન્ય આગેવાનોની હાજરીમાં હાજર રહેલા અગ્રણીઓ નાં હસ્તે કોંગ્રેસની ખેસ ધારણ કરી, કોંગ્રેસમાં જોડાયા હતા તથા બાબુ વર્ધા અને અન્ય ૨૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓએ એક સાથે જય કોંગ્રેસના સુત્રોચાર કરી કોંગ્રેસ પક્ષ અને જનતા ખાતર સંઘર્ષ કરતા રહીશું અને સંગઠનને મજબૂત કરશુ આવી ખાતરી આપી હતી તથા આવનારી કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રજાની વચ્ચે જવાની ખાતરી આપી હતી. આજની મીટિંગમાં કોંગ્રેસનાં અગ્રણીઓ ગૌરવપંડ્યા, માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, દાદરા નગર હવેલીના કોંગ્રેસ અગ્રણી પ્રભુ ટોકિયા, માજી સાંસદ કિશન પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વર પટેલ, વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલ (ભોલા), વલસાડ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી જયશ્રી બેન, શિવાજી પટેલ, કાંતાબેન પટેલ, ઉમરગામ જિલ્લા પંચાયત ના સભ્ય નરેશ વારલી, વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ભાવના બેન, વલસાડ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ, વલસાડ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ ક્યુમ (કે.કે.) તથા વલસાડ જિલ્લાના આગેવાનો, હોદેડદારો, તાલુકા પ્રમુખો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો તથા ખૂબજ મોટી સંખ્યા માં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા.