(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૮
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના આરોપી તેના મિત્રના માધ્યમથી કોમરકોટડા ગામની ગાયિકાને ચોટીલામાં રોજના પ૦૦૦નું વળતર આપવાની લાલચ આપી હતી અને ચોટીલા ઈન્ટરવ્યુ આપવા લઈ જવાનું કહીને ગોંડલથી ચોટીલા લાવી રાત્રીના સમયે સ્કોર્પિયો કારમાં યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો તેમજ કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બામણબોર પોલીસ સ્ટેશને યુવતીએ દાખલ કરી છે.
બામણબોર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના કમરકોટડા ગામે રહેતી ગાયિકાને આરોપી અશ્વિન રણછોડ ડોબરિયાએ તેના મિત્રના માધ્યમથી ગાયિકાને રોજના રૂા.પ૦૦૦ વળતર આપવાની લાલચ આપી ચોટીલા ઈન્ટરવ્યુ આપવા જવાનું કહી પોતાની સ્કોર્પિયો કાર નંબર જીજે.૩ સીએ.પ૯પ૦માં બેસાડી પ્રથમ ચોટીલા તાલુકાના કાળાસર ગામ નજીક આવેલા હીંગળાજ માતાજીના મંદિર દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ વાયા ઈન્દ્રોડા અને મોટી મોલડી થઈ વાંકાનેર બાઉન્ટ્રીથી રાજકોટ હાઈવે ઉપર આવેલા પુલીયા નીચે લઈ જઈ રાત્રીના ૧ર-૩૦ કલાકે આરોપીએ પોતાની કાળા કલરની સ્કોર્પિયો કારમાં યુવતીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજારી કાઈને કહીશ કે ફરિયાદ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપી નાસી છુટ્યો હતો.
આ બનાવ અંગે ગાયિકાએ બામણબોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી બળાત્કારીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે. આ કેસની વધુ તપાસ બામણબોર પીએસઆઈ જી.વી.વાણિયા ચલાવી રહ્યા છે.