(એજન્સી) તા.૧૪
અલાસ્કાથી રિપબ્લિક ઉમેદવાર ડેન સાલ્વને આઝાદ ઉમેદવાર એલગ્રાસને હરાવી દીધા છે. જેમનું સમર્થન ડેમોક્રેટિક પાર્ટી કરી રહી હતી. આ રીતે ૧૦ સભ્યવાલી સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બેઠકોની સંખ્યા ૫૦ થઈ ગઈ છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટી પાસે ૪૮ છે. જો જોર્જિયાની બે બેઠકો ડેમોક્રેટિક પાર્ટીને મળી જાય છે. તો સેનેટમાં તેની બેઠકોની સંખ્યા પણ ૫૦ થઈ જશે. અમેરિકન બંધારણ મુજબ જ્યારે સેનેટમાં કોઈ મામલામાં મતોની સંખ્યા બરાબર થઈ જાય છે તો ઉપરાષ્ટ્રપતિ, સેનેટના પ્રમુખ તરીકે ટાઈ બ્રેકર મત આપીને સ્થિતિને સામાન્ય બનાવી શકે છે. આ રીતે ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ સેનેટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ દરમિયાન હેરિસે આ કહીને ઈઝરાયેલી અધિકારીઓ ખાસ કરીને નેતન્યાહુની ઊંઘ ઉડાડી દીધી છે કે અમેરિકા પશ્ચિમ તટના કેટલાક વિસ્તારોને ઈઝરાયેલ સાથે જોડવાની યોજનાનું વિરોધી છે અને તેમનો દેશ પેલેસ્ટીનીઓની મદદ જારી રાખવા ઈચ્છે છે. એક અમેરિકન વર્તમાનપત્રએ કમલા હેરિસના હવાલાથી જણાવ્યું છે કે, વોશિંગ્ટનમાં પીએલઓની ઓફિસને ફરીથી ખોલવામાં આવશે જેને ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાળમાં બંધ કરવામાં આવી હતી. અમેરિકાના ચૂંંટાયેલા ઉપરાષ્ટ્રપતિએ આ જ રીતે જણાવ્યું કે નવી સરકાર પેલેસ્ટીનીઓની આર્થિક તેમજ માનવીય મદદ ફરી શરૂ કરશે અને ગાઝાના માનવીય સંકટને પોતાના એજન્ડામાં સામેલ કરશે.