(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
અમદાવાદ કાંકરિયા બાલવાટીકાની બાજુમાં આવેલા એડવેન્ચર પાર્કમાં રવિવારની સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ ડિસ્કવરી નામની રાઇડનો સહેલાણીઓને હવામાં લઇ જતો એંગલ અચાનક બટકાઇ જતા ૩૧ સહેલાણીઓ રાઇડની સાથે ૫૦ ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા. જેમાં બે જણાંના મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે આજે સયાજીબાગ ખાતે આવેલ પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેકટર દ્વારા રાઇડ્‌સ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે બાગમાં આવેલ વિવિધ રાઇડ્‌સ અને જોય ટ્રેન સહિતની રાઇડ્‌સનું જીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં રાઇડ્‌સમાં કોઇ ખામી જણાઇ આવી નથી.