જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં પર્વત ઘડીના છઠ્ઠા ભાગમાં ખડા કરી દેવાની અમાપ શક્તિ કુદરત ધરાવે છે. ભૂકંપ કે સુનામી આવે ત્યારે શું થઈ શકે છે એ આપણે જોઈ ચુક્યા છીએ અને જ્યારે અનરાધાર પાણી વરસે ત્યારે સર્વત્ર કેવી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારે યુરાહ ખાતેની પ્રસ્તુત તસવીર ડબલ સિંકહોળ તરીકે ઓળખાતા સ્થળની છે. કોને ખબર કેટલા વર્ષો પહેલા કુદરતે ઘડીના છઠ્ઠા ભાગમાં આ વિશાળકાય બે ઊંડા અને પહોળા કૂવા જેવી રચના કરી દીધી હશે… એમાં પાછી વિશાળ સીડીઓ જેવા આકારની પણ કલ્પના કરી શકાય છે. ઉપરવાળો આર્કિટેક્ટ જ્યારે ખરેખર મૂડમાં હોય ત્યારે પૃથ્વી પર તે આવી કેટકેટલીયે રચનાઓ કરી દે છે !!!!