પાલેજ, તા.૧૫
કોરોના મહામારી સમયે અનુયાયીઓ દ્વારા રક્તદાન જેવા ઉમદા કાર્ય થકી સૈયદ મુસ્તાકઅલી બાવાના ૭૪મા જન્મદિવસની ઉજવણી કરી માનવસેવાની ઉમદા કામગીરી કરી હતી. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકત સૂફીએ મિલ્લત સૈયદ મુસ્તાકઅલી બાવાના જન્મદિન નિમિત્તે સૂફી સંત ફૈઝ એકેડેમી સ્કૂલ ખાતે જલારામ બ્લડ બેંક વડોદરાના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ૭૪ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે કલ્લા મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જે દ્વારા દર્દીઓને લોહીની તાત્કાલિક જરૂર ઊભી થાય ત્યારે લોહી મળી રહે તે માટે જલારામ બ્લડ બેંકના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ફ્રીજ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પ યોજી સૈયદ મુસ્તાકઅલી બાવાના ૭૪મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનુસભાઈ અમદાવાદી/રફીક શેખ/મોઈનભાઈ શેખ/યુનુસભાઈ કાઝી/બસીરપટેલ અને ફૈઝ સર્કલના મેમ્બરો હાજર રહ્યા હતા.