પાલેજ, તા.૧૦
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા દિવી ખાતે એક માસ અગાઉ એક ગરીબ પરિવારની મહિલાને પ્રસુતિ દરમ્યાન તેનાં ખોળે બાળકીનો જન્મ થયો હતો. પ્રસુતિ દરમ્યાન મહિલાની તબિયત લથડતાં તેણીને વડોદરા સારવાર અર્થે ખસેડતા ત્યાં તેણીનું સારવાર દરિમયાન લોહીની ઉણપના કારણે મૃત્યુ થયું હતું. ત્યારે તેણીનાં ખોળે જન્મેલી બાળકી બે દિવસની હતી. મૃત્યુ પામેલી મહિલાની અંતિમ ક્રિયા કરી. બાળકીને તેનો પિતા ઘરે લઈ આવ્યો હતો. તે બાળકીની પરવરીશ અને મજૂરી કામની ચિંતામાં રહેતો હતો. આજે બાળકી એક માસની થઈ છે. આ ઘટનાથી વાકેફ દિવી ગામનાં સરપંચ યાસીનભાઈ કોયલાએ કોસંબા કામદાર એકતા સંઘ ગુજરાતના સંયોજકનો રાજેન્દ્રસિંહ ઠાકોરનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. તેમજ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પારૂલ બા જી પરમારનાં પ્રયત્નોએ રંગ લાવ્યો હતો. પાલેજ નજીક આવેલા દીવી ગામે પરગામથી મજુરી કામે આવેલા એક ગરીબ પરિવારના ત્યાં એક માસ અગાઉ પરીનો જન્મ થયો હતો. તેની માતા તેના જન્મ થયાના બીજા દિવસે મૃત્યુ પામી હતી. આ અંગેની જાણકારી યાસીનભાઈ કોયલાને પ્રાપ્ત થઈ હતી. તેઓ એ કોસંબાના કામદાર એકતા સંઘના ગુજરાતના સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોરને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેઓના પ્રયત્નોથી આજરોજ દીવી ગામે તેના પિતા તરફથી બાળકીને દત્તક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પટેલ પરિવારે ગરીબ પરિવારની બાળકીને દત્તક લઇ પરિવારિક પરવરીશ માટે અને શિક્ષણ ક્ષેત્રેથી લઇ દેખરેખ કરવા સુંધીની તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે. તેથી તે બાળકોનું ભાવી આજના આધુનિક યુગમાં આવનાર દિવસોમાં તે બાળક અન્ય સમાજની હરોળમાં પગભર બનશે. હસમુખ લાલ પુરસોત્તમ ભાઈ પટેલ પરિવારની માનવતા ભરી કામગીરીને ગામના સરપંચ યાસીનભાઈ કોયલએ બિરદાવી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે કામદાર એકતા સંઘનાં સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોર મહિલા મોરચાના ઉપપ્રમુખ પારૂલ બા જી પરમારેએ કાયદેસર કાર્યવાહી કરવામાં સારી એવી જહેમત ઉઠાવી હતી. પાલેજના જયેશ સોજીત્રા/સોહીલ ખાન પઠાણ દીવી ગામે ઉપસ્થિત રહી માનવતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. દત્તક લેનાર પરિવારે બાળકી વિશેની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી છે. પોતાના ઘરે બે છોકરાઓ છે અને તેઓને પરી નામની બહેન આજે ભેટમાં મળશે એની ખુશી હસમુખ લાલ પુરષોત્તમભાઈ પટેલ પરિવારમાં ફેલાઈ હતી.