પાલેજ, તા.૨૩
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલાં પંદર હજારની વસ્તી ધરાવતાં વલણ ગામ કબ્રસ્તાન ખાતે ૧૮ દિવસ અગાઉ દફન કરાયેલી યુવતીની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાતા સમગ્ર પાલેજ પંથકના ગામોમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વલણ ગામે મોહસીન ઈબ્રાહીમ સિંધી કીલેદાર સાથે મોટા ફોફળિયા ગામની યુવતી સાહિનાના લગ્ન છ માસ અગાઉ થયા હતા. ૬ જાન્યુઆરીના રોજ અગમ્ય કારણસર સાહિનાનું મૃત્યુ થતા તેને વલણ કબ્રસ્તાન ખાતે દફન કરવામાં આવી હતી સાહિનાના પિતા મુસાભાઇ ઉર્ફે મુસ્તાક વલીભાઈ જામોદને શંકા જતા તેઓએ જિલ્લા કલેકટર વડોદરા થતા જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરતાં ગત રોજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટેટની હાજરીમાં વડોદરા જિલ્લા એસડીએમ/ડીવાયએસપી/કરજણ/વલણ પોલીસ સહિત ડોકટરો નીનલ/ એફએસએલ વડોદરાની ટીમ વલણ કબ્રસ્તાન ખાતે પહોંચી ગયા હતા ત્યાં ૧૫૦ નંબરની કબરની માટી કઢાવી અંદર દાખલ કરાયેલી સાઇનાની લાશનું પીએમ કરવા માટે બોડીને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. એના પિતાએ અરજીમાં ઇબ્રાહીમભાઇ/ અમીનાબેન/ઈરફાન/રિઝવાના/સાજેદા/શબાના/સલમાબેન અને જમાઈ મોસીન તથા અસફાક સામે માત્ર ૨૩ વર્ષીય દીકરી સાહેનાના શંકાસ્પદ મૃત્યુ અંગે ન્યાયિક તપાસની માંગણી કરવામાં આવી હતી.
Recent Comments