વડોદરા, તા.૪
વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને સાથે-સાથે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અક્ષય પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ સમિતિમાં આંતરિક જૂથબંધીના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોની અવગણના નથી આવી છે અને કોંગ્રેસની જૂથબંધીના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતે વારંવાર કોંગ્રેસ સમિતિમાં રજૂઆત કરેલ છે અને ધ્યાન દોરવા છતાં આનું કોઈ નિરાકરણ ન કરવામાં આવતા આવી જૂથબંધીના કારણે આવનાર દિવસોમાં કોંગ્રેસ ઊભી થાય એમ દેખાતું નથી જેથી મારે નાછૂટકે રાજીનામું આપવાનો વારો આવ્યો છે.