અંકલેશ્વર, તા. ૨૪
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કરસન ભાઈ પટેલે તેમના ઉમેદવારો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. અંકલેશ્વર એપીએમસીની ચૂંટણી કરશનભાઈ પટેલની સહકાર પેનલ ૨૦૦૧થી સતત્ત ચાર ટર્મ બાદ ૫ મી ટર્મમાં સત્તારૂઢ થવાના એંધાણ ઉભા થયા છે. ઉમેદવારી નોંધવવા છેલ્લા દિવસે કોઈ જ ઉમેદવારે સાંજ ૫ વાગ્યા સુધી ફોર્મના ભરતા તેમની પેનલ બિન હરીફ બની છે.અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે આવેલ એપીએમસીની ચૂંટણીમાં સત્તાપક્ષ સહકાર પેનલના કરશનભાઈ પટેલ ૨૦૦૧થી સતત ૪ ટર્મથી ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચાલુ વર્ષે ૫ વર્ષની મુદ્દત સાથે ચૂંટણી યોજવામાં આવી રહી છે. જેમાં આજ રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જેમાં સત્તાપક્ષના કરશનભાઈ પટેલની સહકાર પેનલ દ્વારા ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર અરુણ ચૌધરી અને મદદનીશ ચૂંટણી અધિકારી સુરેશ આહીર સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ખેડૂત વિભાગમાં કરસનભાઈ ગોમાનભાઈ પટેલ, અજીતસિંહ હમીર સિંહ પરમાર, ગોમાનભાઈ બાલુભાઈ પટેલ, જયેશ જેરામ પટેલ આંબોલી, સુલેમાન ઇસ્માઇલ ભૈયાત, બચુભાઈ નાથુભાઈ પટેલ, અંબાલાલ ગોમાન પટેલ, ઠાકોર કિલાં પટેલએ ફોર્મ ભર્યા હતા. સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલ, ઇકબાલ ઇસ્માઇલ હાટીયા અને વેપારી વિભાગમાં અરુણ મનહરલાલ ગાંધી, અતુલ અમૃતલાલ મોદી, મગન ભાઈ મોરાર પટેલ, યુસુફ મહમદ હાફેઝી ફર્યા ઉમેદવારી પત્રો ભર્યા હતા. સાંજે ૫ વાગ્યા સુધી તેમની પેનલ સામે કોઈપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી ના નોંધાવતા અંતે તેમની પેનલના તમામ સભ્યો બિન હરીફ બની રહેશે જેની સત્તાવાર જાહેરાત આગામી ફોર્મ ચકાસણીના દિવસે કરવામાં આવશે.