(એજન્સી) નવી દિલ્હી,તા.૫
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્રે વિશ્વના નકશાને ટ્‌વીટર પર મૂકી વિવાદો ઊભા કર્યા છે. આ નકશાને એમણે વાદળી અને લાલ કલરથી ચીતર્યું છે. જેમાં લાલ કલર રીપબ્લિકની સાથે જોડાયેલ છે અને વાદળી કલર ડેમોક્રેટો સાથે જોડાયેલ હોવાનો સંકેત આપે છે. એ સાથે એમણે ટ્‌વીટ કરી લખ્યું કે મેં નકશા દ્વારા અમારા સમર્થક દેશો વિષે અનુમાન મૂક્યું છે. ભારતના નકશામાં સીમાઓને ખોટી રીતે દોરી છે અને ભારતને ચીન, લાયબેરીયા અને મેક્સિકો સાથે વાદળી કલરથી દોરી છે. જો કે ભારતમાં પ્રસ્તાવિત ડેમોક્રેટ વસ્તીને નકશામાં જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વના ભાગોને બાકાત રાખવામાં આવી છે જેનાથી ભારતીય રાજકારણીઓ ટીકાઓ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથેની ગાઢ મિત્રતાની શશી થરૂરે ઉગ્ર ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે ટ્રમ્પે ભારતને પર્યાવરણની બાબતમાં ગંદું કહ્યું છે. થરૂરે હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમોની ટીકા કરતા કહ્યું છે, “અમે કાર્યક્રમોમાં ખર્ચ કરાયેલ કરોડો રૂપિયાનું આ વળતર મેળવીએ છે, કાશ્મીર અને ઉત્તર પૂર્વના રાજ્યોની ભારતમાંથી બાદબાકી કરાઈ છે અને સમગ્ર દેશને ગંદું કહ્યું છે અને ભારતને ચીન અને મેક્સિકો સાથે જોડ્યું છે.” “સિનિયર ટ્રમ્પ સાથે ભારતની મિત્રતાનું આવો જવાબ એમના પુત્રએ આપ્યો છે અને એમણે મજબૂતીથી ભારતને બિડેન અને કમલા હેરીસ સાથે જોડ્યું છે. અને શું ટ્રમ્પ જુનિયરનું માનવું છે કે જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વના રાજ્યો ભારતની વિરુદ્ધ છે અને તેઓ ટ્રમ્પને મત આપશે. કોઈએ એમની કલર પેન્સિલો પાછી લઇ લેવી જોઈએ.” એમ ઓમર અબ્દુલ્લાએ ટ્‌વીટ કર્યું છે.