(એજન્સી) તા.૧ર
“જો ભારતના રાજકારણીઓનું જમીન અને ખેતી સાથે કોઈ જોડાણ હોય, તો તેઓ પશુધન, દૂધ, ખાતર અને ગાયની હત્યા સાથે ખેડૂતોના અસલ સંબંધોને સમજી શકશે. આ હિન્દુ-મુસ્લિમ મુદ્દો નથી જેને સરકાર પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ખેડૂતનો મુદ્દો છે.” ગૌ-કતલ વિરોધી બિલ, જેને કર્ણાટક સરકારે લોકશાહી પરામર્શની યોગ્ય પ્રક્રિયા વગર ખૂબ જ તાત્કાલિક અસરથી પસાર કર્યું છે. રાજ્યના કોઈપણ વાજબી, એકદમ બુદ્ધિશાળી મતદાતાએ આ બિલને પડકારવું જોઈએ, જે પુરાવા આધારિત નથી અથવા તર્કસંગત નથી, અને તેને નીચેના મુદ્દાઓની પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે.
મૂળભૂત પોષણ અધિકારનો અસ્વીકાર
ગંભીર પોષણ સંકટની પૃષ્ઠભૂમિમાં, ગૌ કતલ વિરોધી બિલને જોવું જોઈએ. ૧૫ ટકા (અથવા ૧૮૦ મિલિયન) ભારતીયો ગોમાંસનું સેવન કરે છે. આમાં દલિતો, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, અન્ય પછાત જાતિઓ ર્(ંમ્ઝ્ર) અને આદિવાસીનો સમાવેશ થાય છે. બીફ એનિમલ ફૂડના સસ્તા સ્રોતોમાંનું એક છે, અને મટન જે આશરે રૂ.૮૦૦ / કિગ્રા છે. તેની તુલનામાં આના એક કિલોગ્રામના આશરે ૨૫૦ રૂપિયા છે.
અંગનું માંસ આનાથી પણ સસ્તું છે. તે પોષણયુક્ત પણ હોય છે. હકીકતમાં, અન્ય દેશોમાં ઘાસ ખાનારા ભારતીય બીફની ખૂબ માંગ છે, કારણ કે તેમના વાડામાં ઉછરેલા-ખવડાવેલા પશુઓથી વિપરીત પાતળા હોય છે.
માંસના પોષક ફાયદા
બીફમાં નીચે આપેલા કેટલાક પોષક તત્વો છેઃ
• ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, જેમાં તમામ નવ આવશ્યક એમિનો એસિડ હોય છે.
• તે વિટામિન ડીની ઉણપ પૂરી કરે છે.
• બીફમાં હેમ આયર્ન હોય છે, જે વનસ્પતિના ખોરાકના હેમ આયર્ન કરતાં વધુ સારી રીતે શોષાય છે અને તે આયર્ન ડેફિસિયન્સી એનેમિયા (ૈંડ્ઢછ)ના રોગ માટે ખૂબ લાભકારક છે.
• તે ભરપૂર માત્રામાં શરીરને ઝીંક પૂરું પાડે છે જે શરીરમાં વિકાસ, ફર્ટિલિટી, રોગપ્રતિકારક શક્તિ, સ્વાદ, ગંધ અને ઘાના ઉપચાર માટે જરૂરી ટ્રેસ એલિમેન્ટ છે.
• આમાંથી વિટામિન છ મળે છે જે રોગપ્રતિકારક શક્તિ, દ્રષ્ટિ અને પ્રજનન માટે આવશ્યક છે.
• વિટામિન બી ૧૨ (કોબાલામાઈન) ફક્ત માંસમાંથી જ મળે છે, ખાસ કરીને અંગના માંસમાંથી. જે મગજ, ઉંઘ, ચામડી વગેરેને લગતી બીમારીઓમાં ખૂબ ફાયદાકારક છે.
સાંસ્કૃતિક આહારની ટેવો પર હુમલો
કાયદો શું છે, જો તે લોકોના પોષણ અધિકારોને ગુનાહિત કરે છે અને અનૈતિક લિંચ ટોળાઓ માટે કેટલાક સૌથી પીડિત સમુદાયો પર હુમલો કરવાનો માર્ગ મોકળો કરે છે ? શું કર્ણાટકમાં સામાજિક તાણાવાણા, ન્યાય, બંધુત્વ, સમાનતાનો કઇં અર્થ છે કે એક વર્ગ, જાતિ અને ધાર્મિક સ્થાનના આધારે ‘અધિકાર’ બદલાય છે ?
– સિલ્વીઆ કર્પગમ
(સિલ્વીયા કર્પગમ એ જાહેર આરોગ્ય ડોક્ટર અને સંશોધનકાર છે. આ એક અભિપ્રાય છે અને ઉપર જણાવેલા મંતવ્યો લેખકના પોતાના છે.) (સૌ. : ધ ક્વિન્ટ)
Recent Comments