(એજન્સી) હોન્નાવર, તા.૯
પશુ તસ્કરીના આરોપસર બુધવારે આશરે ૧પ૦ જમેણી કાર્યકરો દ્વારા બે મુસ્લિમ યુવકને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટના કર્ણાટકના ઉત્તરા કન્નડા જિલ્લા ખાતે બની હતી. હજાર જેટલા ગૌરક્ષકોએ બળપૂર્વક બે વ્યક્તિનું વાહન અટકાવી તેમને માર માર્યો હતો. મોહમ્મદ ઈસ્માઈલ પીડિતના પરિજનોએ જણાવ્યું કે, જાણીતી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ નુરૂલ અમીન મુખ્તસર અને ગુફરાન પોથે અંકોલાથી બે ભેંસો અને એક આખલો લઈને રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ભટકલ પાછા ફરી રહ્યા હતા ત્યારે વચ્ચે તેમને માર મારવામાં આવ્યો હતો. નુરૂલે જણાવ્યું કે અમે લોકો કાયદાકીય રીતે અંકોલાથી લાવી રહ્યા હતા ત્યારે અચાનક એક કાર અમારો પીછો કરવા લાગી હતી. એક ગોઠવાયેલા હુમલામાં હોન્નાવર પાસે ૧પ૦ જેટલા લોકોએ તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. એ જગ્યાએ પહોંચતાની સાથે બધાએ અમારા પર હુમલો કર્યો જ્યારે પોલીસે અમને બચાવ્યા હતા. મીડિયાથી બચવા માટે બે ઘાયલ વ્યક્તિને દાખલ કરવાની મેંગ્લુરૂ હોસ્પિટલે ના પાડી હતી. ઈસ્માઈલે કહ્યું ઘણી વિનંતી કર્યા બાદ તેઓને કરવાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જેમાંથી નુરૂલનો હાથ ફેકચર થયો હતો અને સાથે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે ગુફરાનને અલગ અલગ જગ્યાએ કમર અને પેટમાં ઘા થયા હતા. નુરૂલ અને ગુફરાનને સારી સારવાર માટે મનિપાલ કેએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.