(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે કર્ણાટકના વિજયપુરામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પણ હાજર હતા. રોડ શો દરમિયાન તેઓ ઘણા સ્થળે અધવચ્ચે જ અચાનક રોકાઇ ગયા હતા. આ દરમિયાન તેમણે એક ટી સ્ટોલ પર ચા પણ પીધી હતી. ચા પીવા રોકાયેલા રાહુલ ગાંધીને જોવા માટે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યમાં થનારી વિધાનસભા ચુંટણીને ધ્યાને રાખી લતત કર્ણાટકનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલા તેઓ પ્રચાર દરમિયાન રાયચૂરમાં એક દરગાહ પર પણ ગયા હતા. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતા હાજર હતા. આ દરમિયાન રાહુલે કરેલા નાશ્તાની ચર્ચા ચારેકોર થઇ રહી હતી. તેમણે કોંગ્રેસ નેતાઓ સાથે નાશ્તામાં પકોડા આરોગ્યા હતા અને ચા પણ પીધી હતી. જે બાદ પકોડા ખાતા તેમનો ફોટો વાઇરલ થયો હતો.