(એજન્સી) કર્ણાટક, તા.૩૧
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપાને એક મોટો ઝાટકો લાગ્યો છે. પૂર્વ ભાજપામંત્રી બી.એસ. આનંદસિંહે પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. આ અવસર પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પાર્ટી પ્રદેશના અધ્યક્ષ જી પરમેશ્વર અને પ્રચાર સમિતિના અધ્યક્ષ તથા રાજ્ય સરકારમાં મંત્રી ડી.કે. શિવકુમાર હાજર રહ્યા હતા.
કોંગ્રેસમાં સામેલ થયા બાદ પૂર્વ ભાજપા મંત્રી બી.એસ.આનંદ સિંહે કોંગ્રેસને દેશના ભવિષ્યના પ્રતિનિધિત્વ કરનાર પાર્ટી ગણાવી તેમણે કહ્યું કે કોંગ્રેસના સિદ્ધાંતોથી સહમત થયા બાદ જ તેમાં સામેલ થયા છે. બી.એસ. આનંદે આગળ કહ્યું કે બેલ્લારીમાં કોંગ્રેસને બધી નવ સીટો પર જીત અપાવવાનો પ્રયાસ કરશે. કર્ણાટકમાં આ વર્ષ જ વિધાનસભા માટે ચૂંટણી થવાની છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે બી.એસ. આનંદસિંહ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કારણ કે ભાજપમાં ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો માટે કોઈ જગ્યા નથી.