બેંગલુરૂની ડીજે હલ્લી હિંસા માટે UAPA હેઠળ એક ૧૬૩ લોકો પર આરોપ લગાવવામાં આવ્યો છે. શું આ કાળો કાયદો અયોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો છે ?
(એજન્સી) તા.રર
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં કર્ણાટકમાં રમખાણના ૯૭૧ કેસ જોવા મળ્યા હતા, તે કાં તો સાંપ્રદાયિક અથવા રાજકીય સ્વભાવના હતા. આમાં મંગલુરૂ (ડિસેમ્બર ૨૦૧૯)માં નાગરિકતા વિરોધી (સુધારો) અધિનિયમ (સીએએ) વિરોધ શામેલ છે, જેમાં અભૂતપૂર્વ હિંસા જોવા મળી હતી – જેમાં બે વ્યક્તિઓના મોતનો સમાવેશ થાય છે. આ ઘટનાને તોફાન માનવામાં આવ્યું હતું અને પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ તમામ જરૂરી આરોપો લગાવી દીધા હતા. જો કે, આ વર્ષની શરૂઆતમાં જ્યારે બેંગ્લુરૂમાં ડીજે હલ્લી રમખાણો થયા, ત્યારે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (સીસીબી) એ ૧૬૩ લોકો સામે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), ૧૯૬૭ લગાવ્યો. ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ, કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજા નવીન કુમારની ફેસબુક પોસ્ટ વિરૂદ્ધ એક ટોળું ડીજે હલીની ગલીઓ પર ઉતરી ગયું હતું. ટોળાએ ધારાસભ્ય નવીનના મકાન અને ડીજે હલી અને કેજે હલી વિસ્તારોના બે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસે ૬૮ એફઆઈઆર દાખલ કરી અને ૩૫૦ થી વધુ લોકોની ધરપકડ કરી હતી. બે એફઆઈઆરમાંથી , તેઓએ યુએપીએની કલમ ૧૫ અને ૧૬ (આતંકવાદી પ્રવૃત્તિ માટે સજા), કલમ ૧૮ (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરૂં) અને કલમ ૨૦ (આતંકવાદી સંગઠનના સભ્ય હોવાનો) લગાવી હતી. યુએપીએનો આ અમલ મંગલુરૂ કેસમાં જે રીતે તેનો ઉપયોગ થયો તેનાથી વિપરિત હતો. તે કર્ણાટકમાં અત્યંત કડક કાયદા યુએપીએના ઉપયોગ, અથવા ખરેખર દુરૂપયોગ માટે એક નવું દૃષ્ટાંત સ્થાપિત કરે છે. યોગાનુયોગ, બેંગલુરૂ પોલીસે ભાજપના નેતા અરવિંદ લંબાવાલ્લીની આગેવાની હેઠળની એક તથ્ય-શોધક સમિતિ દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા તપાસની માંગણી કર્યાના અમુક દિવસો બાદ આ કડક આરોપો લગાવવાનો નિર્ણય કર્યો. “એકવાર યુએપીએને લગાવ્યા પછી, એનઆઈએને આ કેસ સંભાળવાનો અધિકાર છે,” તે જ અધિકારીએ ટિપ્પણી કરી. કેસના પ્રભારી વરિષ્ઠ પોલીસ અધિકારી એ, ધ ક્વિન્ટ સાથે વાત કરતાં તેમની કાર્યવાહીનો બચાવ કર્યો હતો. અધિકારીના મતે ડી.જે.હલ્લીમાં બનેલી ઘટનાઓ, ખાસ કરીને પોલીસ મથકો પરના હુમલાઓ, આતંકની ઘટના સમાન છે. તેમણે દાવો કર્યો કે,“અમારી ક્રિયાઓ કાયદાના કાર્યક્ષેત્ર પ્રમાણે બરાબર છે. ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે કે પોલીસ સ્ટેશનો પરના હુમલાને આતંકનું કૃત્ય માનવામાં આવ્યા છે.” સામૂહિક ધરપકડથી પ્રભાવિત ડી.જે. હલ્લીના પરિવારોનો દાવો છે કે તેમની સાથે અન્યાય થયો છે. કેસના ભાગ રૂપે પતિની ધરપકડ કરાયેલી સાયરા (નામ બદલ્યું છે) એ જણાવ્યું હતું કે તેણી પાસે સાબિત કરવા માટે સીસીટીવી ફૂટેજ છે કે તેનો પતિ તોફાનના સ્થળે ન હતો. તેણીએ દાવો કર્યો કે, “ત્યાં એક સીસીટીવી ફૂટેજ બતાવે છે કે તેમની બિલ્ડિંગના એકમાત્ર પ્રવેશ અને નિકાસ દ્વારથી તે એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરે છે અને હિંસાના સમગ્ર સમયગાળામાં તે ત્યાંથી બહાર આવ્યો નથી.” તેણીએ પરિસ્થિતિની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે એનઆઈએ દ્વારા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તેના પતિ (અને અન્ય ૧૬૨ વ્યક્તિઓ) નું પ્રતિનિધિત્વ કરનાર વકીલ તેમને જેલમાંથી મુક્ત કરી શકશે નહીં. એડ્વોકેટ અને કાયદાકીય નિષ્ણાત વિનય શ્રીનિવાસે જણાવ્યું હતું કે યુએપીએ પોતે જ આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને હલ કરવાને બદલે લોકોને જેલમાં રાખવા માટે બનાવવામાં આવેલ કાયદો છે. “આખી તપાસ મનસ્વી રહી છે. મોડીરાત્રે પોલીસે મુસ્લિમ યુવકોને કેવી અવ્યવસ્થિત રીતે પકડ્યા તે અંગે અનેક નિવેદનો આવ્યા છે. પોલીસના આ અતિક્રમણ ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે અને હિંસાના થોડા કલાકોમાં જ તેઓએ ૧૦૦ લોકોની ઓળખ કેવી રીતે કરી, તેમના સરનામાં કેવી રીતે શોધ્યા અને તેમની ધરપકડો કરી.” તેમણે વધુમાં ઉમેર્યું, “બીજું, એફઆઈઆર અસ્પષ્ટ છે, તેઓ મુસ્લિમોને નિશાન બનાવવાનો ઇરાદો સૂચવતા અન્ય મુસ્લિમ માણસો જેવા વાક્યોનો ઉપયોગ કરે છે. જેમને આ મુદ્દા સાથે કંઈ લેવાદેવા નથી તેવા ૧૦૦ મુસ્લિમ યુવાનોને તેમને અથવા તેમના પરિવારજનોને જાણ કર્યા વિના, ધરપકડની કાર્યવાહીને અનુસર્યા વગર લઇ જવામાં આવ્યા છે.”
એ જ શ્વાસમાં, હિંસામાં સામેલ સંગઠનો તરીકે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઈ) અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ)નું નામ/ઓળખ એફઆઇઆરમાં આપવામાં આવે છે. એફઆઈઆરમાં કલમ ૨૦ (આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા અંગે) પણ લગાવવામાં આવી છે. જો કે, આ સંસ્થાઓને હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી ઘોષિત કરાઇ નથી.
– અરૂન દેવ
Recent Comments