(એજન્સી) બેંગલુરૂ, તા.૩૦
કોંગ્રેસ પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સિનિયર ધારાસભ્ય મલિકય્યા વૈકયા ગુટ્ટેદારે પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. કલબુર્ગી જિલ્લાના અફઝલપુરમાંથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગુટ્ટેદારે પાર્ટીમાં તેમને ઉપેક્ષા કરવાને લઇ તેમને આ પગલું ભર્યું હતું. તેઓને મંત્રી પદ માટે તેમના નામ પર વિચાર ન કરવાને લઇ નારાજ હતા. ગુટ્ટેદારે કર્ણાટકના ભાજપ અધ્યક્ષ બીએસ યેદુરપ્પા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. અને કહ્યું કે, ટૂંક સમયમાં તે ધારાસભ્યના પદેથી રાજીનામુ આપી ભાજપમાં સામેલ થશે.