(એજન્સી) બેંગલોર,તા. ૪
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભાજપે આજે તેનો ઘોષણાપત્ર અથવા તો ચૂંટણી ઢંઢેરો જારી કર્ય હતો. પોતાના ઘોષણા પત્રમાં ભાજપે શ્રેણીબદ્ધ વચન આપ્યા છે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં વરિષ્ઠ નેતાઓ દ્વારા ઘોષણાપત્ર જારી કરાયો હતો. ભાજપે ખેડૂત વર્ગ અને કૃષિ સાથેસંબંધિત લોકો માટે ખાસ રાહત આપવા પર ભાર મુક્યો છે. કોંગ્રેસથી આગળ વધીને ભાજપે બીપીએલ પરિવારો માટે સ્માર્ટ ફોન અને કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે લેપટોપ આપવાનું વચન આપ્યું છે.
ખેડુતો માટે કેટલાક વચન આપવામાં આવ્યા છે. કોંગ્રેસના મોબાઇલ ફોન આપવાના વચનની જેમ જ ભાજપે પણ બીપીએલ પરિવારોને સ્માર્ટ ફોન આપવા અને કોલેજ વિદ્યાર્થીઓને લેપટોપ આપવા માટેની જાહેરાત કરી છે. ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પા અને કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસના ઘોષણાપત્રની સરખામણી કરવામાં આવી રહી છે. ભાજપે ખેડુત વર્ગ અને કૃષિ સાથે જોડાયેલા લોકો માટે અનેક ખાસ રાહત આપવાની જાહેરાત કરી હતી. ઘોષણાપત્ર જારી કરતા યેદીયુરપ્પાએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને પૂર્ણ કરવા માટે ભાજપની સરકાર બનશે તો ખેડુતોને લઘુતમ સમર્થન મુલ્ય ઉત્પાદન ખર્ચ કરતા દોઢ ગણુ આપવામાં આવનાર છે. ખેડુતોના હિતોને હમેંશા ભાજપ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. આ દિશામાં વધારે પગલા લેવામાં આવનાર છે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યુ છે કે ૧૫૦૦૦૦ કરોડની રકમ જુદી જુદી કૃષિ યોજના માટે ફાળવવામાં આવનાર છે. દરેક વિસ્તાર સુધી પાણી સરળતાથી પહોંચી શકે તેની ખાતરી કરવાના પ્રયાસો પણ કરવામાં આવનાર છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મેના દિવસે મતદાન યોજનાર છે. ૧૫મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ઘોષણાપત્ર જારી કરતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, મોદીના સપનાને પૂર્ણ કરવા માટે ભાજપની સરકાર બનશે તો લઘુત્તમ સમર્થન મૂલ્ય વધારે આપવામાં આવશે. ભાજપ સરકાર ખાતરી કરશે કે દરેક લોકો સુધી પીવાના પાણી પહોંચે. ૫૦૦૦ કરોડ રૂપિયા રેથા બંધુ માર્કેટ ઇન્ટરવેશન ફંડ માટે આપવામાં આવશે. ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે, નિગલ યોગી યોજના હેઠળ ૨૦ લાખ નાના ખેડૂતો જેમની જમીન ઉપજાવુ નથી તેમને લઘુત્તમ ૧૦૦૦૦ સુધીની રકમ ફાળવવામાં આવશે. મજુરી કરનાર ભૂમિહિન ખેડૂતો માટે બે લાખ રૂપિયાની વિમા યોજનાની જોગવાઈ કરવામાં આવી છે. તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પગલા લેવામાં આવ્યા છે. ભાગ્યલક્ષ્મી યોજના હેઠળ બે લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે કોંગ્રેસે ત્રણ ગ્રામ સોનાની થાળી આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસની ઇન્દિરા કેન્ટીનની જેમ ભાજપે અન્નપૂર્ણા કેન્ટીન બનાવવાનું વચન આપ્યું છે. ભાજપના ઘોષણાપત્ર મુજબ સ્ટાર્ટઅપ સંસ્કૃતિ કર્ણાટકમાં ભાજપની સરકારમાં વધુ વિકસિત થશે. આના માટે છ કે હબ્સ બનાવવામાં આવશે. હુબલી, બેંગ્લોર, રાચુર, મૈસુર, મેંગ્લોર અને કલબુર્ગીમાં દેશના સૌથી મોટા કો વર્કિંગ સ્પેસ વિકસિત કરવામાં આવશે. મહિલા વોટરોની સ્થિતિને ધ્યાનમાં લઇને પણ પગલા લેવાયા છે. મહિલાઓના વિકાસ માટે ૧૦ હજાર કરોડ રૂપિયા ફંડ તરીકે આપવામાં આવશે.