(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, મુસ્લિમ મતો વિખેરાઈ જતા અને બહુમતી હિન્દુ મતોને આકર્ષવાને કારણે ભાજપ આગામી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતી જશેે તેમણે જણાવ્યું કે, ભાજપે ત્રણ તલાક પર રોક લગાવવાની પહેલ કરી છે જેને પગલે મુસ્લિમ મહિલાઓનો સાથ, શિયાઓ અને અન્ય લઘુમતીઓના પણ વધારાના વોટ ભાજપને મળશે. સુબ્રમણ્યમે ઉદાહરણ આપતા જણાવ્યું કે, ભાજપે ત્રણ તલાક હટાવવાનું સાહસિક પગલું ભર્યું હોવાથી મુસ્લિમ મહિલાઓ બીજેપીને આભારી છે. આથી શિયા, વ્હોરા તથા લઘુમતી સમૂહ પણ એમના પક્ષમાં મતદાન કરશે. જેના લીધે લઘુમતી વોટ વહેંચાઈ જશે. બહુમતી વોટ એકજૂથ થઈ રહ્યા છે. આથી સુબ્રમણ્યમનું માનવું છે કે, કર્ણાટકમાં આ વખતે બીજેપીનો વિજય થશે. સ્વામીએ કહ્યું કે, લઘુમતીઓના તૃષ્ટિકરણ તેમજ હિન્દુત્વ વચ્ચેની આ લડાઈ છે.
કર્ણાટક ચૂંટણી : લઘુમતીઓને તોડી, મજબૂત હિન્દુત્વ બહુમતી બનાવી ભાજપ જીતશે : સ્વામી

Recent Comments