(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૩
મંગળવારે સાંજે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મલ્પે બીચ પર માછીમારોના સંમેલનમાં હાજરી આપ્યા બાદ બીજેપીના કાર્યકર્તાઓ મેંગ્લુરૂમાં પહોંચ્યા હતા, જ્યાં કસબા બેંગ્રે વિસ્તારના લઘુમતી સમુદાય અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં વધારો ત્યારે થયો. જ્યારે મુસ્લિમ બહુમાન ધરાવતા વિસ્તારમાંથી બસમાં મુસાફરી કરી રહેલા બીજેપીના કાર્યકર્તાઓએ ત્યાંથી પસાર થતી વખતે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું ત્યારબાદ રોષે ભરાયેલા એક શખ્સે બસને અટકાવી અને ત્યારબાદ બંને જૂથો વચ્ચે દલીલો શરૂ થઈ અને આ દલીલ અંતે પથ્થરમારામાં પરિણમી જેમાં પોલીસકર્મીઓ સહિત ૪ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. પથ્થરમારાનો પહેલો બનાવ લગભગ રાત્રે ૧૦ઃ૩૦ કલાકે બન્યો હતો, જ્યારે બીજો બનાવ મોડી રાત્રે થોટા બેંગ્રેમાં બન્યો હતો. તોફાની તત્ત્વોએ મંદિરો અને ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
મેંગ્લુરૂ પોલીસ કમિશનર ટી.આર.સુરેશે જણાવ્યું કે, પોલીસે વિસ્તારમાં શાંતિનો માહોલ પુનઃસ્થાપિત કર્યો છે અને આ ઘટના અંગે પનમ્બુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.