(એજન્સી) બેંગ્લુરૂ,તા.૩૧
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કોંગ્રેસના મંત્રીઓને ધમકી આપી હતી. તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં ભાજપ નેતા દિવ્યા હગારની સભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમ્યાન તેમણે કોંગ્રેસ નેતા એમ.બી. પાટિલને ધમકી આપતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો વીરશૈવ મહાસભામાં આવો તમે અમારા ધર્મમાં આવી હસ્તક્ષેપ કર્યો છે. અમને કોઈ પુરૂષની જરૂર નથી. અમે મહિલાઓ જ તમને જવાબ આપવા માટે પૂરતી છીએ. અમને તલવાર આપવામાં આવે તો તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. ત્યાં સુધી કે હું જેલમાં જવાથી પણ નથી ડરતી.
અહેવાલો અનુસાર આ મહિલા નેતા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ટીપ્પણી સરકારના લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજજો આપવાના નિર્ણયના સંદર્ભમાં કરવામાં આવી હતી.