(એજન્સી) બેંગ્લુરૂ, તા.૭
શેટ્ટી હાઈકોર્ટના પૂર્વ જજ છે જેમણે જાન્યુઆરીર૦૧૭માંથી લોકાયુક્તનો હોદ્દો સંભાળ્યો છે.
આ પહેલા લોકાયુક્ત તરીકે વાય ભાસ્કર રાવ હતા જે પણ હાઈકોર્ટના પૂર્વ જજ હતા. એમની સામે લાંચના આક્ષેપો થતા એમને ડિસેમ્બર ર૦૧પમાં હોદ્દો છોડવો પડ્યો હતો.
એક અહેવાલ મુજબ શેટ્ટીએ પણ અતિક્રમણના આક્ષેપોનો સામનો કર્યો હતો. જો કે એમણે આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે મને એની ચિંતા નથી. એમની પાસે મિલકતોના બધા દસ્તાવેજો છે. જેમાં કઈ તારીખે અને કેટલી કિંમતે મિલકતો ખરીદેલ છે એની પૂરી વિગતો છે. મોટાભાગની મિલકતો એમણે જજની નિમણૂક પહેલાં ૧૯૯પમાં ખરીદી હતી. ૭૩ વર્ષીય શેટ્ટી ૧૯૬૬માં વકીલ તરીકે જોડાયા હતા. શેટ્ટી ઉડીપી જિલ્લાના રહેવાસી છે અને એ પહેલાં કર્ણાટક બાર કાઉન્સિલના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
૧૮મી ડિસેમ્બર ૧૯૯પમાં એમની નિમણૂક કર્ણાટક હાઈકોર્ટમાં જજ તરીકે કરાઈ હતી. જો કર્ણાટક જ્યુડિશિયલ એકેડેમીના પ્રથમ અધ્યક્ષ હતા. શેટ્ટી કર્ણાટક હાઈકોર્ટ લીગલ સર્વિસિસ કમિટીના ચેરમેન હતા અને કર્ણાટક રાજ્ય લીગલ સર્વિસિસ ઓથોરિટીના પણ ચેરમેન હતા.