(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૧
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં રાજદ નેતા તેજસ્વી યાદવ, સપા નેતા અખિલેશ યાદવ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યાદીમાં ગુલામનબી આઝાદ અને સુશીલકુમાર શિંદેનો સમાવેશ થાય છે. દરમિયાન ભાજપના નેતા યેદિયુરપ્પાએ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ચૂંટણી લડવાની કરેલી જાહેરાતને કોંગ્રેસે આવકારી છે. કોંગ્રેસના મંત્રી વેણુગોપાલે કહ્યું કે ઉત્તર કર્ણાટકમાં ચૂંટણી લડવા માટે સિદ્ધારમૈયાની માગ હતી. યેદિયુરપ્પા તેમની સામે લડશે નહીં તેવી માહિતી છે. હજુ કોંગ્રેસને પ બેઠકો માટે નામોની યાદી જાહેર કરવાની છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બે બેઠકો પરથી ચૂંટણી લડશે કે નહીં તે પક્ષનું મોવડીમંડળ નક્કી કરશે.