(એજન્સી) બેંગાલુરૂં, તા.૩૦
ભાજપાએ કોંગ્રેસની સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકાર ઉપર હુમલો કરતાં જણાવ્યું છે કે એમના શાસન દરમ્યાન ઘણા બધા હિન્દુઓની હત્યાઓ થઈ છે. એમણે આક્ષેપો મૂક્યા છે કે આ સરકાર હિન્દુ વિરોધી છે.
કર્ણાટક સરકારના મંત્રી રામાસિંગા રેડ્ડીએ જણાવ્યું છે કે અમોએ પ્રત્યેક કેસની વિગતવાર તપાસ કરાવી છે. જેમાંથી જાણવા મળ્યું છે કે આ બધી હત્યાઓમાંથી મોટાભાગની હત્યાઓ હિન્દુઓ દ્વારા જ હિન્દુઓની કરાઈ હતી. જેમાં અંગત કારણો હતા. જે પ્રમાણે ભાજપ ર૩ હત્યાઓનો આક્ષેપ મૂકે છે. એમાંથી ૧૩ ઘટનાઓ કોમી ન હતી અને એક વ્યક્તિ હજી જીવિત છે. એવા ૯ હિન્દુઓ છે જેમની હત્યા મુસ્લિમે કરી હતી.
રેડ્ડીએ જણાવ્યું કે મેં બધી માહિતી ગૃહમાં રજૂ કરી હતી હું ખોટું નથી બોલી રહ્યો. આ માહિતી ઇ્‌ૈં હેઠળ પણ તમને મળી શકે છે. રેડ્ડીએ કબૂલ્યું હતું કે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનો પીએફઆઈ અને એસડીપીઆઈના સંબંધો ૯ હિન્દુઓની હત્યામાં હતા. પણ આમાં એક પણ કોંગ્રેસી કાર્યકરનો હાથ ન હતો. એમણે કહ્યું કે ભાજપ નેતા શોભા કરાન્દલ જેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને ર૩ હિન્દુઓની યાદી મોકલી હતી જેમની હત્યા થઈ હતી.