અબૂધાબી,તા.૭
આઇપીએલની શરૂઆતમાં જ કલકત્તા નાઇટ રાઇડર્સના હૈરી ગર્ને ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા હતા. ઇગ્લેંડના આ ખેલાડીને ખભા પર ઇજા પહોંચતાં આઇપીએલમાંથી બહાર જવું પડ્યું હતું. ત્યારબાદ કલકત્તાએ હૈરી બાદ અમેરિકાના ફાસ્ટ બોલર અલી ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કેકેઆરને આંચકો લાગ્યો છે. અત્યારે પણ ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયા છે. આઇપીએલએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ’કલકત્તાએ હૈરી ગર્નેના સ્થાન પર અમેરિકાના અલીખ ખાનને પોતાની સાથે જોડી દીધા હતા અને તે પોતાના દેશના પ્રથમ ખેલાડી હતા જેને કોઇ આઇપીએલ ફ્રેંચાઇઝીએ સૈન કર્યો હતો. દુર્ભાગ્યવશ, અલી પણ ઇજાગ્રસ્ત થઇ ગયા છે અને તે આઇપીએલ ૧૩માં રમશે નહી. અલી જોકે અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં કલકત્તાની મેચમાં અંતિમ ૧૧ માં જગ્યા બનાવી શક્યા હતા.
અલીએ કૈરિબિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ કારણે તેમને આઇપીએલમાં કલકત્તાએ પોતાની સાથે જોડ્યા હતા. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સએ ખિતાબ પોતાના નામે કર્યો હતો અને તેમાં અલી ખાનનો મહત્વપૂર્ણ રોલ રહ્યો હતો. તમને જણાવી દઇએ કે કેકેઆર માટે હાલની સીઝન અત્યાર કંઇક ખાસ રહ્યું ન હતું. ટીમે રમતાં ચાર મેચોમાંથી બે મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કર્યો છે.