કેન્દ્રએ લાગુ કરેલા નવા જમીન કાયદાને કારણે રાજ્યના
નાગરિકોના અધિકારો પર વિપરીત
અસર પડશે : પીપલ્સ કોન્ફરન્સ

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સજ્જાદ લોનના નેતૃત્વવાળી જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે, કલમ ૩૭૦ દૂર કરવા અંગેના કેન્દ્રના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી અંગે વહેલી સુનાવણી હાથ ધરવામાં આવે. આ અરજીમાં એવું જણાવાયું હતું કે, ગત વર્ષના નિર્ણય સાથે જોડાયેલી અરજીઓમાં એક ખૂબ જ મજબૂત પ્રાઈમા ફેશ કેસ દેખાય છે. અને અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા કોર્ટની બંધારણીય પીઠ દ્વારા માનવામાં આવે છે. અરજી અંગે વહેલી સુનાવણીને પોતાનો મામલો બનાવતાં જણાવાયું હતું કે, દલીલોમાં પડતર અંતિમ સુનાવણી અને મહામારીની સ્થિતિઓ છતાં કેન્દ્ર દ્વારા વ્યાપક પરિવતર્ન કરવામાં આવે છે, અને મોટી સંખ્યામાં લોકોના અધિકારોને અસર કરે છે.જેમાં કમજોર પડવું પણ સામેલ છે. પીપલ્સ કોન્ફરન્સના પ્રવક્તા અદનાન અશરફ મીરે પોતાની પાર્ટી તરફથી આવેદનપત્ર રજૂ કર્યું હતું. તેમણે તર્ક આપ્યો હતો કે, કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા બદલાવોને કારણે જમ્મુ-કાશ્મીરના નાગરિકોના અધિકારો પર નકારાત્મક અસર થશે. પાર્ટી દ્વારા કેન્દ્રના જમીન કાયદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રના નવા કાયદાને કારણે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ ભારતીય નાગરિક માટે જમીન ખરીદવી સરળ બનશે. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, જો વર્તમાન અરજીઓ અંગે સુનાવણી હાથ નહીં ધરાય અને તાત્કાલિક આ અરજીઓનો નિકાલ કરવામાં નહીં આવે તો, વર્તમાન કાર્યવાહીનો ઘણો હેતુ ખરાબ થઈ જશે. આવેદન દાખલ કર્યા બાદ, જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપ પ્રમુખ ઉમર અબ્દુલ્લાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, આ નિર્ણય પીપલ્સ એલાયન્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગુપ્કાર ઘોષણા માટે પીપલ્સ એલાયન્સે છ દળો સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ દ્વારા ગત શનિવારે જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લામાં એકજૂટ થઈ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં ઘણાં સમયથી કેન્દ્રીય શાસન છે. કલમ ૩૭૦ રદ્દ થતાં કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થયો હતો.