યુવાહૈયાઓ જેની કાગડોળે રાહ જોતા હોય છે તે નવરાત્રીના ગરબાને આ વર્ષે કોરોના મહામારીના કારણે મંજૂરી આપવામાં આવી નથી. પરિણામે સ્ટેજ આર્ટિસ્ટ, ડી.જે. વગેરે કલાકારો નવરા પડી ગયા છે. જો કે, કલાકારોને સ્ટેજ ભલે ન મળે પરંતુ જ્યાં તક મળે ત્યાં તેમની કલાનું પ્રદર્શન કરવાનું ચૂકતા નથી. આવા જ કલાકારો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જમાલપુરના ઐતિહાસિક કોટ અને દરવાજા ખાતે એકઠા થયા હતા અને ઢળતી સંધ્યાએ કલાનું પ્રદર્શન કર્યું હતું.