છાપી, તા.ર૪
વડગામ તાલુકાની રાશનની દુકાનો ઉપર સસ્તું રાશન મેળવતા કાર્ડ ધારકો સર્વર ડાઉન રહેતા કલાકો સુધી રાશનની દુકાનો આગળ બેસી રહેવું પડે છે. જેને લઈ સમયસર જથ્થો ન મળતા દુકાનદાર અને કાર્ડ ધારકો વચ્ચે ચકમક થતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે. વિતરણ સમયે છેલ્લાં ચાર દિવસથી સર્વર ડાઉન રહેતા અને વારંવાર બંધ થઈ જતાં વિતરણ વ્યવસ્થામાં કલાકો સુધી વિલંબ થતાં કાર્ડ ધારકોને રાશનની દુકાનો ઉપર કલાકો સુધી બેસી રહેવું પડે છે. જેને લઈ સંચાલકો તેમજ કાર્ડ ધારકો વચ્ચે ચકમક થતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે. તહેવારોના સમયે રાશન માટે કાર્ડ ધારકોને કલાકો સુધી સર્વર શરૂ થવાની રાહ જોવાના કારણે સમય બરબાદ થતો હોવાની પણ બુમો ઉઠવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યા તાત્કાલિક દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે.