વાગરા, તા.રર
વાગરા તાલુકામાથી આઈઓસીએલની લાઈન નાંખવા મુદ્દે ખેડૂતો સાથે ગજગ્રાહ ચાલી રહ્યો છે. કેશવાણ ગામની સીમમાં ખેડૂતોની મંજૂરી વિના ગેરકાયદે પ્રવેશ કરી પાઇપલાઈન નાંખવા જતા ધરતી પુત્રોએર્ ૈંંઝ્રન્ના કોન્ટ્રાકટ કર્મીઓને ભગાડ્યા હતા. પોલીસે ખેડૂતોને કાયદો હાથમાં ન લેવા જણાવ્યુ હતુ. ખેડૂતોએ પોતાનો પ્રશ્ન હલ નહી થાય ત્યાં સુધી લડી લેવાનો હુંકાર વ્યક્ત કર્યો હતો.
વાગરા તાલુકાના અનેક ગામમાંથી આઈઓસીએલની પાઇપલાઈન પસાર થઈ રહી છે. જમીન અને પાક વળતર મુદ્દે કેશવાણ સહિત અનેક ગામના ધરતી પુત્રો આઈઓસીએલ સામે છેલ્લા એક વર્ષથી લડત ચલાવી રહ્યા છે. આ મામલે ભારતીય કિસાન સંઘ ના નેજા હેઠળ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં ધરતી પુત્રોના મામલે કોઈ જ સુખદ નિરાકરણ આવ્યુ નથી. બીજી તરફર્ ૈંંઝ્રન્ દ્ધારા પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હોવાની ખેડૂતોને જાણ થતાં ખેડૂતો ખેતરમાં પહોંચી ગયા હતા. ખેડૂતોએ ખેતરમાં ગેરકાયદે પ્રવેશી પાઇપ ફિટિંગ કરવા આવેલ કોન્ટ્રાકટ કર્મીઓને ભગાડ્યા હતા. જેને પગલે એક તબક્કે વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ. સ્થળ ઉપર પહોંચેલી વાગરા પોલીસે ખેડતોને કાયદો હાથમાં ના લેવા જણાવ્યુ હતુ. ખેડૂતોએર્ ૈંંઝ્રન્ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાકટર ઉપર ખેડૂતોને ભરમાવવાનો આક્ષેપ કર્યો હતો અને તેમના ખેતરમાં પૂર્વ મંજૂરી વિના પ્રવેશતી એજન્સી સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.