કલોલ, તા.૩
કલોલના ટાવર ચોક વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોમ્પલેક્ષમાં ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા. દબાણમાં કોમ્પલેક્ષની બાજુમાં આવેલા શહીદ સ્મારકમાં પણ ગેરકાયદેસર દબાણ કર્યું હતું અને શહીદ સ્મારકની ખૂબ જ જર્જરિત હાલત કરી નાંખી હતી. નગરપાલિકા પ્રમુખ લવ બારોટ અને દબાણ અધિકારી જબ્બાર સૈયદે દબાણો દૂર કરવા પગલાં લીધા હતા. દબાણ અધિકારી અને કલોલ પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા હતા. ભવિષ્યમાં ફરીથી શહીદ સ્મારકમાં આવા દબાણો ના થાય. એટલે સ્મારકની આજુબાજુ દીવાલ બનાવવામાં આવશે.