કલોલ, તા.ર૩
કલોલમાં છેલ્લા ૬ વર્ષથી દિવાળી યુનિટી કપ યોજાય છે. આ ટુર્નામેન્ટમાં એક-બીજા સાથે એકતા જળવાય રહે તે હેતુથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આયોજક તરીકે રફીક મલેક અને નસરૂં મલેક (કાઉન્સિલર ) દ્વારા આયોજન કરવામાં આવે છે. ૨૦૨૦ દિવાળી કપની ફાઇનલ ન્યુ ગુજરાત સીસી અને એચકે ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ન્યુ ગુજરાત સીસી ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ બેટ્‌સમેન ગુજરાત સીસીના સમીર પટેલ બન્યો હતો. જેઓએ ૪ ઇન્નિગ્સ માં ૨૧ છક્કા અને ૨૩ ચોકા સાથે ૨૪૯ કર્યા હતા. એચકે ટીમના કેપ્ટન અઝરને ૬ મેચ માં ૧૫ વિકેટ સાથે શ્રેષ્ઠ બોલરની ટ્રોફી આપવામાં આવી હતી. બેસ્ટ ફિલ્ડર તરીકે વિષ્ણુ દેસાઈ (આરવી) બન્યા હતા. આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ રમત સાથે એકતા બની રહે. રફીક મલેક અને નસરૂં મલેકનું ખુબ જ મોટું યોગદાન છે.