છોટાઉદેપુર, તા.૧૯
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના બે પોલીસકર્મી લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યા છે. જેમાં હે,કો.ગેમલસિંગ રાઠવા ઝડપાયો અને હે.કો.મહેશ દુલા ફરાર હોવાનું જાણવા મળેલ છે.
જાગૃત નાગરિકને દારૂની બોટલ લઇ કવાંટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઝડપી પાડ્યો હતો, જે જાગૃત નાગરિક પાસે કેસ નહી કરવા હેડ કોન્સ્ટેબલએ ૨૧૦૦૦ હજારની લાંચ માંગી હતી, જે લાંચ ફરિયાદી આપવા ના માંગતા હોય તેને નર્મદા એ.સી.બી પો.સ્ટેમાં ફરિયાદી આપતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવાતા એક હેડ કોન્સેટબલ નક્કી થયેલ રકમ પૈકી રૂ, દશ હજાર લેતા રંગે હાથ નર્મદા એસીબીએ ઝડપી પાડ્યો હતો, જ્યારે મહેશ દુલા નાણા સ્વીકાર્યા પહેલા ફરાર થઇ ગયો હતો.