(એજન્સી)                                                      તા.ર૬

કેરળ પોલીસે કન્નુર જિલ્લાના કુથુપરમ્બુમાં એક યુવકના અપહરણના પ્રયાસના મામલામાં છ લોકોની ધરપકડ કરી છે. ઘટનાની પાછળ સોનાની દાણચોરીની આશંકા છે.

પોલીસ મુજબ કન્નુરનો રહેવાસી બિનશાદ હાલમાં જ દુબઈથી પરત કર્યો હતો અને કોચ્ચી એરપોર્ટ ઊતર્યો હતો. જ્યારે બિનશાદ કવોરન્ટાઈન સમય પૂરો કર્યા પછી ઘર જઈ રહ્યો હતો ત્યારે પુરૂષોના એક સમૂહે તેને રોકયો અને તેને ઈમારતથી બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો. તેના મિત્ર અને પુરૂષોનો એક સમૂહ તેના બચાવમાં આવ્યો અને તેમની વચ્ચે મારામારી થઈ ગઈ.

તપાસ અધિકારીઓને ઘટનાની પાછળ સોનાની દાણચોરીની આશંકા છે. તેમણે જણાવ્યું કે બિનશાદ એક વાહક હોઈ શકે છે અને ગંતવ્ય સુધી પહોંચવા પર સોનું હાથ ના લાગતા મારામારી થઈ. પોલીસે બંને સમૂહના છ લોકોની આઈપીસીની વિવિધ કલમો હેઠળ અપહરણથી લઈને ગેરકાયદેસર રમખાણો અને અયોગ્ય કૃત્ય માટે ધરપકડ કરવામાં આવી છે. બિનશાદની વિરૂદ્ધ કલમ ૩૦૮ હેઠળ એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.