મોસાલી, તા.રપ
ગત ૨૪મી ડિસેમ્બરે ઓલપાડ ખાતે આવેલ કાંઠા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિવિધસ્થળે મતદાન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સૌથી મોટો વિસ્તાર ગણાતા માંગરોળ ઝોન માટે મતદાન કરંજ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. માંગરોળ ઝોન ઉપર કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી કુલ ૪૪૨ મતદારોએ મતદાન કર્યું હતું. આજે તારીખ ૨૫મીના સવારે કાંઠા સુગર ફેક્ટરીની કચેરી ખાતે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. માંગરોળ ઝોનના પ્રથમ ઉમેદવાર શાંતુભાઈ પટેલને ૧૩૧ મત , બીજા ઉમેદવાર ધનસુખભાઈ પટેલને ૧૦૮ મત, જ્યારે ત્રીજા ઉમેદવાર ફારૂકભાઈ કાળુભાઈ ઝીણા જેઓ હથોડાના ડેપ્યુટી સરપંચ તરીકે પણ કાર્યરત છે. તેઓને ૧૯૮ મત મળ્યા હતા. ફારૂકભાઈ ઝીણાને ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા. સાથે જ વિજેતા ઉમેદવાર ફારૂકભાઇએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે, આ મારો વિજય નથી. માંગરોળ તાલુકાની જનતાનો વિજય છે અને મારી સાથે તમામ ધર્મ, જ્ઞાતિના લોકોએ મારા ઉપર ભરોસો રાખી અને સહકાર આપ્યો છે. એમનો હું આભાર માનું છું. જીત પછી વિજેય રેલી ઓલપાડથી હથોડા ગામ ખાતે આવી હતી. એમને જીતાડવા માટે હથોડાના મુસદડીક હિદયાત આરફ ઉર્ફે મુસા શેઠ, કુતુબુદીન, મુસ્તાક મલેક હશન ઉર્ફે બોબી, મુસ્તાક ઝીણા વગેરેઓએ ભારે મહેનત કરી હતી.