(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના વરાછા વિસ્તારમાં રહેતા કોલેજિયન યુવાનો ગત રવિવારના રોજ કામરેજ તાલુકાના ઘલુડી ગામે કાકરાપાર કેનાલમાં ન્હાવા જતા ડુબી ગયા હતા. આજે ત્રીજા દિવસે બે યુવાનોની લાશ જુદી જુદી દિશામાં આવેલ સબ કેનાલમાંથી મળી આવી આવી હતી. બીજા યુવાનની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.
સુરત ફાયર વિભાગમાંથી સબ ઓફિસર સાળુંખે અને તિવારી શોધખોળ માટે ગયા હતા. ઘટના સ્થળથી આજુબાજુની કેનાલ સુધી સઘન શોધખોળ છતાં કોઈ ભાળ મળી ન હતી. આજે ત્રીજા દિવસે ઘટના સ્થળેથી ૭ થી ૮ કિલોમીટર દૂરથી બે જુદી જુદી દિશામાં આવેલ સબ કેનાલમાંથી બે યુવાનોની લાશ મળી આવી હતી. વન દીપ હસમુખ ડોમડિયા ઉ.વ. ૧૯ રહે. કતારગામ અક્ષયપાર્ક સોસાયટી ગજેરા સર્કલની લાશ સીથાણ ગામ કેનાલમાંથી તેમજ કૃષિલ પીયૂષ પટેલ ઉ.વ. ૧૯ રહે. રાજહંસ ટાવર ૫૦૩ સરથાણા ગામની લાશ સીયાદલા ગામથી સીમટુગામ વચ્ચે આવેલ સાયણ સબકેનાલમાંથી મળી આવી છે. ફાયર ઓફિસર સાળુખે અને તિવારી જણાવ્યા મુજબ બન્ને લાશો જુદી જુદી દિશામાં સબ કેનાલમાંથી મળી આવી હતી. ત્રીજા યુવાન સાગર મુકેશ પટેલની શોધખોળ ચાલી રહી છે. જે બે મિત્રોની લાશ મળી છે તેમના વાલીઓ દ્વારા ઓળખવિધિ થતા પોલીસે પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાની જાણવા મળ્યું છે.
કાકરાપાર કેનાલમાં ન્હાવા જતાં ડૂબી ગયેલ બે યુવાનની લાશ મળી

Recent Comments