સિદ્ધપુર, તા.ર૪
તા.૧પ/ર/ર૦ર૧થી ર૬/ર/ર૦ર૧ સુધી શ્રી બી.ડી.હાઈસ્કૂલ, પાટણ ખાતે પ્રથમ સ્ટુડન્ટ કબડ્ડી લીગ માટે ગુજરાતની ટીમ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. કેમ્પમાં આઈ.ડી.સેલિયા અને એમ.કે.સૈયદ ઉ.મા.શાળા, કાકોશીનો ધોરણ-૯નો વિદ્યાર્થી રોહનકુમાર હસમુખભાઈ પરમાર પણ આ કેમ્પમાં પસંદગી પામેલ. ત્યારબાદ ગુજરાતની ટીમ પ્રથમ સ્ટુડન્ટ કબડ્ડી લીગમાં નેશનલ લેવલે હરિયાણા મુકામે રમવા ગયેલ. જ્યાં હરિયાણા ખાતે પ્રથમ સ્ટુડન્ટં કબડ્ડી લીગની શરૂઆત પ્રોકબડ્ડીના ખેલાડી પ્રદીપ નરવાલ અને નવીન નરવાલની હાજરીમાં મેચોની શરૂઆત કરવામાં આવેલ. જેમાં પ્રથમ સ્ટુડન્ટ કબડ્ડી લીગમાં ગુજરાતની ટીમે નેશનલ લેવલે સારું એવું પ્રદર્શન કરેલ અને સારા એવા ટીમે વર્ક કારણે પ્રથમ સ્ટુડન્ટ કબડ્ડી લીગમાં ગુજરાતની ટીમે ગોલ્ડમેડલ મેળવેલ. જેમાં ગુજરાતના જનરલ સેક્રેટરી હિમાંશુભાઈ સોલંકીનું યોગદાન ખૂબ જ ઉમદા હતું. તે ઉપરાંત શાળા વ્યાયામ શિક્ષક હમીદખાન મલિક પણ ખેલાડીને સતત પ્રોત્સાહન આપતા હતા. યોગ્ય માર્ગદર્શન દ્વારા શાળાનો વિદ્યાર્થી પરમાર રોહનકુમાર હસમુખભાઈ નેશનલ લેવલે પ્રથમ સ્ટુડન્ટ કબડ્ડી લીગમાં ગોલ્ડ મેળવી શાળાનું અને ગામનું ગૌરવ વધારેલ. તે બદલ શાળાના મંત્રી એમ.કે. સૈયદ અને શાળા આચાર્ય એ.એન. રસામણા અને શાળા પરિવારે ખેલાડીઓને બિરદાવેલ.