(સંવાદદાતા દ્વારા)
પાટણ,તા.૩૧
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની કાકોશી અને ચાણસ્મા તાલુકાની ધીણોજ-ર બેઠકની ખાલી પડેલી જગ્યાઓ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેની આજે મતગણતરી થતાં કાકોશી બેઠક પર કોંગ્રેસ અને ધીણોજ બેઠર પર ભાજપ વિજયી બની હતી. મુસ્લિમ અને ઓબીસી મતદારોના પ્રભુત્વવાળી કાકોશી બેઠક પર ભાજપે મુસ્લિમ મહિલા ઉમેદવારને મેદાને ઉતારી હતી પરંતુ તેનો પરાજય થયો હતો.
સિદ્ધપુર તાલુકા પંચાયતની કાકોશી બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ પ૮૧પ મતદારોમાંથી માત્ર ૧પ૪૦ મતદારોએ જ મતદાન કરતાં ર૬.પ ટકા નીરસ મતદાન થયું હતું. સિદ્ધપુર મામલતદાર કચેરીમાં યોજાયેલ મતગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર વર્ષાબેન પ્રવિણભાઈ ઠાકોરને ૧૧૯૬ મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર અસમતબેન ઈસુફભાઈ શેખને માત્ર ૩૧૦ મત મળ્યા હતા. જ્યારે ૩૪ મત નોટામાં પડ્યા હતાં જેથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર વર્ષાબેનનો ૮૮૬ મતોથી વિજય થયો હતો. કાકોશી બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉતારી બેઠક જીતવાની ભાજપની કારી ફાવી ન હોવાનું આજે રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યા હતા.
ચાણસ્મા તાલુકા પંચાયતની ધીણોજ-ર બેઠક માટેની યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ પ૦ર૮ મતદારોમાંથી ર૦૯૬એ કરેલ મતદાનની ગણતરી હાથ ધરતાં ભાજપના ઉમેદવાર દીપિકાબેન વિષ્ણુભાઈ પટેલને ૧૬૦પ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સીતાબેન શૈલેષભાઈ પટેલને ૪પ૧ મત અને ૪૦ મતો નોટામાં પડતાં ભાજપના ઉમેદવાર દિપીકાબેનનો ૧૧પ૪ મતે વિજય થયો હતો. બે સીટોની પેટાચૂંટણીમાં ૧માં ભાજપ અને ૧માં કોંગ્રેસનો વિજય થયો હતો.
કાકોશીમાં કોંગ્રેસ અને ધીણોજ-ર બેઠક પર ભાજપનો વિજય

Recent Comments