અમરેલી, તા.૨૮
બગસરાના કાગદડી ગામે રહેતો ખેડૂત યુવાન પોતાની હામાપુર ગામની વાડીએથી ઘરે આવી રહેલ હતો. ત્યારે કાગદડી ગામે પહોંચતા રસ્તામાં બે બાઇકમાં ગામનો એક શખ્સ તેમજ તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સ સહિત ચાર શખ્સોએ રસ્તામાં ટ્રેક્ટર ઉભું રખાવી યુવાનના ખીસ્સામાંથી ડ્રાયવિંગ લાયસન્સ તેમજ રોકડ ૧૦,૪૦૦ની લૂંટ કરી નાસી જતા ખેડૂત યુવાને ચાર શખ્સો સામે નોંધાવી હતી.
કાગદડી ગામે રહેતો અશ્વિન હરિભાઈ ગજેરા (ઉ.વ.૫૨)નો ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યે પોતાની હામાપુરની વાડીએથી ટ્રેક્ટર લઇ ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ગામનો એક શખ્સ જયદીપ વિક્રમભાઈ ધાધલ સાથે અન્ય ત્રણ શખ્સો હતા ટ્રેક્ટર આડે બાઈક ઉભું રાખી તેમના ખીસ્સામાંથી રોકડ ૧૦,૪૦૦ તેમજ ડ્રાયવિંગ લાયસન્સની લૂંટ કરી નાસી ગયેલ હતા. બનાવ અંગે ખેડૂત યુવાને બગસરા પોલીસમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.