પાલનપુર, તા.૪
પાલનપુરના ચાણક્યપુરી સોસાયટી પ્રાથમિક શાળા પાસે સુખબાગ રોડ ઉપરના કાચા મકાનો દુર કરવા મામલતદાર ની નોટીસ મળતા રહિશો માં ફફટાટ પ્રસરી ગયો છે. જેને લઈને દબાણકારો રજૂઆત અર્થે આજરોજ કલેકટર કચેરી ખાતે દોડી આવ્યાં હતાં. આ અંગે દબાણમાં કાચા મકાન બનાવી રહેતા રહીશો એ જણાવ્યું હતુ કે અમે આઝાદીના વખતથી ૧૮ જેટલા પરિવારો કુટુંબ કબીલા સાથે અહીંયા રહીએ છીએ દબાણવેરો ભરીયે છીયે તેમ છતા દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે. ત્યારે હાલમાં કડકડતી ઠંડી અને કોરોના મહામારીના કપરા સમયમાં અમારી મુસ્કેલી વધી છે.ત્યારે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.