(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
કાપોદ્રા પાણીની ટાંકી પાસે શ્રીરામનગર ઝુંપડપટ્ટીમાં રહેતા રામજાનકી કમલસિંગ પરિહારે આરોપી સંતોષ ઉર્ફે તલ્લો તલવાર દિનેશ રાઠોડ વિરૂદ્ધ આપેલી ફરિયાદ મુજબ આરોપી ફરિયાદીના ઘરમાં ઘુસી મોબાઈલ ફોનની ચોરી કરી નાસી જતો હતો, ત્યારે ફરિયાદી આરોપીને પકડવા જત આરોપીએ પોતાની પાસેના છરાથી ફરિયાદી ઉપર હુમલો કરી ઈજા પહોચાડી નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી આરોપી સંતોષ તલવારની ધરપકડ કરી હતી.