(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરના કાપોદ્રા ખાતે ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર પીસીબી પોલીસે દરોડા પાડી ૧૧ જુગારીની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસે ૧૦ મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂા.૭૯,૪૦૦ની મત્તા કબજે કરી હતી.
પીસીબી પોલીસને બાતમીના આધારે કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે વડવાળા શોપિંગ સેન્ટરમાં આવેલી જય માતાજી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સમાં દરોડા પાડ્યા હતા. જુગાર રમતા કાબા રબારી, પંકજ બારૈયા, રાજેશ કોટક, મહેન્દ્ર મકવાણા, લાલજી જાલંધરા, અરવિંદપુરી ગોસ્વામી, શૈલેષ રાદડિયા, પ્રકાશ આહિર, મુકેશ દોડિયા, રમેશ ધામેલિયા, અશોક પટેલની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસ રોકડા રૂપિયા ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૭૯,૪૯૦ની મત્તા કબજે કરી હતી. પીસીબી પોલીસે તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.