અંકલેશ્વર,તા.ર૩
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ બી/પપ૬ ભરૂચમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ અપીલ નં.૦૪/ર૦૧૭ તા.ર૬/૦૯/ર૦૦૯ સંદર્ભમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા તા.૧૭/૧ર/ર૦૧૯ના રોજ સદર ટ્રસ્ટના અરજદાર અશરફ લુલાત દ્વારા તા.ર૪/૦૧/ર૦૧૭ના રોજ વકફ સુધારા અધિનિયમ ર૦૧૩ની કલમ ૧૭૦ મુજબ અરજી કરેલ હતી. જેમાં વકફ બોર્ડની પરવાનગી વિના ભડકોદ્રા ગ્રામના રે.સ. નં.ર૬૩ વાળી જમીન બારોબાર સંસ્થાના લેટર પેડ ઉપર એગ્રીમેન્ટ કરી વેચાણ કરવામાં આવેલ છે. તે બાબતના નાણાં ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા લેવા તેમજ મિલકતનો કબજો પરત લેવા માટે લેખિતમાં અરજી કરેલ હતી. આમ ઉપરોક્ત ટ્રસ્ટમાં અનેકવાર ગેરરીતિઓ ઉચાપત અંગેની રજૂઆતો લેખિતમાં કરેલ હતી. જે અંગે વકફ બોર્ડ દ્વારા વારંવાર સુનાવણી હાથ ધરી ટ્રસ્ટીઓને આધાર પુરાવા સાથે હાજર થવા જણાવેલ હતું. તેમજ વકફ અધિનિયમ ર૦૧૩ની કલમ ૩૩ મુજબ કાર્યવાહી કરતાં નિયમ-૧૩(ર) નમૂના ૧૦ મુજબ વકફ મિલકત વેચાણ લેનાર ઈસમોને નોટિસ પાઠવવામાં આવેલ તેમજ તે અંગે વકફ કચેરી દ્વારા તા.ર૧/૮/૧૭ના રોજ હુકમ કરવામાં આવેલ જે હુકમને ગુજરાત વકફ ટ્રિબ્યુનલની કોર્ટમાં અપીલ નં.૦૪/ર૦૧૭ની કેસ દાખલ કરવામાં આવેલ જેમાં તેઓએ વકફ અધિનિયમની કલમ ૭૦ હેઠળ થયેલ કાર્યવાહીના કામે તા.ર૧/૦૮/ર૦૧૭ના રોજ જે હુકમ કરેલ તે હુકમ મોટો અને ગેરકાયદેસરનો ઠરાવી રદ કરવા દાદ માગેલ હતી. જેમાં તા.ર૬/૦૯/ર૦૧૯ના રોજ ટ્રીબ્યુનલે હુકમ કરતાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કચેરી ગાંધીનગરને હુકમથી આદેશ આપવામાં આવેલ કે દિન ૩૦માં ઉપરોક્ત મિલકત સંબંધી ઈન્કવાયરી કરેલ છે. તેને ધ્યાને લઈ વકફ બોર્ડ દ્વારા કલમ ૩૩(૧) અને કલમ ૪૦ની જોગવાઈ પ્રમાણે ઈન્ક્વાયરી કરી તાકીદે કાર્યવાહી કરવી તેમજ વાદ વાળી મિલકત પોતાના અંગત વપરાશમાં લીધેલ હોય તેને તાત્કાલિક અસરથી મિલકત અને ટ્રસ્ટની સ્થાવર તથા જંગમ મિલકતનો રિસીવરે કબજો મેળવી આગળની કાર્યવાહી કરવા તેમજ મિલકત સંબંધી ગેરવહીવટ અને ગેરઉપયોગ કરી જે કાર્યો કરવામાં આવેલ છે. તેના અનુસંધાને તેમની સામે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા દીવાની તથા ફોજદારી રાહે કાર્યવાહી કરવી તથા રિસીવર અધિકારી દ્વારા ટ્રસ્ટમાં હિત ધરાવતા તમામ સભ્યોનું નવેસરથી લિસ્ટ તૈયાર કરવું અને આ સિવાય મદ્રેસા તાલીમુલ ઈસ્લામ કાપોદ્રા ટ્રસ્ટની અન્ય કેટલી મિલકતો છે તે તમામનો નોંધણી વકફ મિલકત તરીકે કરવાની રહેશે. જેનો નવેસરથી પી.ટી.આર.માં અનુગામી નિમવાની રીત મુજબ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવી.
વધુમાં વકફ બોર્ડ દ્વારા ઉપરોક્ત મિલકતોના રેકર્ડ પર યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા મામલતદાર અંકલેશ્વરને તા.૧૭/૧૦/ર૦૧૭ના રોજ કાયદા વિરૂદ્ધનો હુકમ કરેલ હોય તે વકફ બોર્ડ દ્વારા હુકમ રદ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા સામાવાળાઓ દ્વારા વકફ ટ્રિબ્યુનલ અપીલ નં.૪/ર૦૧૭ના કેસમાં રજૂઆત કરી હતી.
જ્યારે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે વકફ અધિનિયમની કલમ મુજબ કલાસ વન કક્ષાના અધિકારી ઈરફાન શેખ, જોઈન્ટ ઈન્ડસ્ટ્રીયલ કમિશનર વર્ગ-૧ કે જેઓ હાલ નિવૃત્ત છે. તેઓને ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠક ર૩/૧૧/૧૦ ઠરાવ ૧૭ (બ)થી હુકમ કરી નિમણૂંક કરેલ છે.