(એજન્સી) કાબુલ, તા.૯
પશ્ચિમ કાબુલમાં પોલીસ ચોકી પાસે શુક્રવારે અફઘાનિસ્તાનના લઘુમતી હઝારાને લક્ષ્ય બનાવી આત્મઘાતી હુમલાખોરોએ ખુદને વિસ્ફોટ કરતા ૯ લોકો માર્યા ગયા હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા એમ અધિકારીએ જણાવ્યું હતું. કાબુલ પોલીસ પ્રવક્તા બસીર મુજાહિદના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૯પમાં તાલિબાનના હાથે માર્યા ગયેલ પોતાના નેતા અબ્દુલઅલી મઝારીને શ્રદ્ધાંજલિના ઉપલક્ષ્ય માટે હઝરાના લોકો એકઠા થયા હતા ત્યારે હુમલાખોરે હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. હુમલાખોર એકત્રિત થયેલ ભીડ નજીક શક્ય એટલો ખસતો ગયો અને પોલીસ ચોકીની બહાર વિસ્ફોટ કર્યો.
જેમાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. હઝારાના સ્થાનિક નેતા મોહમ્મદ મોહાકિકે એકત્રિત ટોળા પરના આ હુમલાને અફઘાન પર આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે ઈસ્લામિક રાજ્ય અને તાલિબાન પર આરોપ મૂક્યો કે ભૂતકાળમાં બંને દેશો દ્વારા હઝારા પર વંશીય હુમલાઓ કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રી વાહિદ માજરોએ જણાવ્યું કે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને તેમને મોતનો ભય સતાવી રહ્યો છે. સુરક્ષા મંત્રાલયના પ્રવક્તા દૌલત વઝીરીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનના ઉત્તરીય તકહાર વિસ્તારમાં તાલિબાને આર્મી ચોકીઓ પર જાનલેવા હુમલાઓ કર્યા હતા જેમાં છ જવાનો શહીદ થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. જવાનોની મદદ માટે મોકલવામાં આવેલ સ્થાનિક પોલીસ કર્મીઓ પર ખ્વાજા ઘરના હૂરના જિલ્લામાં તાલિબાને હુમલો કરતા નવ પોલીસ ઘાયલ થયા હતા અને અન્ય ૧૦ પોલીસ માર્યા ગયા હતા એમ પોલીસ અધિકારી ખલી અશેરે જણાવ્યું હતું.