(એજન્સી) તા.૧૫
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ અને બંદૂકથી હુમલાની જુદી-જુદી ઘટનામાં ઓછામાં ઓછા ૩ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના એવા સમયે થઈ જ્યારે એક દિવસ પહેલા આ રાકેટ મોર્ટાર શેલિંગથી કાંપી ચૂકયું છે. કાબુલ પોલીસ પ્રમુખના પ્રવકતા ફિરદોસ ફરામર્જ મુજબ રવિવારે ઉત્તરી કાબુલમાં આર્મ્ડ વાહનમાં લાગેલો બોમ્બ વિસ્ફોટ જેમાં બે લોકો મૃત્યુ પામ્યા અને બે ઘાયલ થયા. પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે, પૂર્વ કાબુલના કર્તેનુર વિસ્તારમાં સરકારે વકીલને ગોળી મારી દેવામાં આવી. જ્યારે તેઓ જઈ રહ્યા હતા. આ હુમલાઓની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. ઉલ્લેખનીય છે કે રવિવારે આ હુમલા એવી સ્થિતિમાં થયા છે કે શનિવારે દાઈશના આતંકવાદીઓએ કાબુલ પર મોર્ટાર શેલિંગ કરી હતી જેમાં ૧ ઘાયલ થયો હતો અને એકનું મોત થયું હતું. અફઘાનિસ્તાનમાં વર્તમાન મહિનાઓમાં થયેલા અનેક હુમલાઓની જવાબદારી દાઈશે કબૂલ કરી હતી.