અમદાવાદ,તા.૧
રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો એકદમ ઘટી જતા તંત્રએ રાહતનો દમ લીધો છે. બીજી તરફ તંત્ર દ્વારા શનિવારથી ૪ જિલ્લામાં વેકસીન માટે ડ્રાય રન શરૂ કરવામાં આવશે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના કેસો ઘટીને ૭૩૪ થઈ ગયા છે. જયારે ૩ લોકોને કોરોના ભરખી ગયો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં ૮૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૭૩૪ પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૩૦૯ એ પહોંચ્યો છે. જ્યારે ૯૦૭લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને ૯૪.૩૨ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૩,૫૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે ૫,૦૮,૧૨૫ છે, જે પૈકી ૫,૦૮,૦૦૧ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને ૧૨૪ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૧૫૨, સુરત કોર્પોરેશન ૧૦૮, વડોદરા કોર્પોરેશન ૯૬, રાજકોટ કોર્પોરેશન ૬૦, વડોદરા ૨૮, રાજકોટ ૨૭, કચ્છ ૨૨, ભરૂચ ૨૦, મહેસાણા ૧૬, ખેડા ૧૫, પંચમહાલ ૧૫, સાબરકાંઠા ૧૫, સુરત ૧૪, ગાંધીનગર ૧૨, જામનગર કોર્પોરેશન ૧૨, જુનાગઢ ૧૧, જુનાગઢ કોર્પોરેશન ૧૦, બનાસકાંઠા ૯, ગાંધીનગર કોર્પોરેશન ૯, ગીર સોમનાથ ૯, મોરબી ૭, નવસારી ૭, સુરેન્દ્રનગર ૭, અમદાવાદ ૬, અમરેલી ૬, આણંદ ૬, દાહોદ ૬, જામનગર ૬, અરવલ્લી ૫, મહીસાગર ૩, પાટણ ૩, દેવભૂમિ દ્વારકા ૨, નર્મદા ૨, પોરબાંદર ૨, વલસાડ ૨, ભાવનગર ૧, ભાવનગર કોર્પોરેશન ૧, છોટા ઉદેપુર ૧, તાપી ૧ કેસ સામે આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૩ દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૨ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ રાજકોટ કોર્પોરેશનમાં ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૩૦૯એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૧,૮૦૦ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૯૬૬૩ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૪ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૯૫૯૯ સ્ટેબલ છે.