(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામ પાસે ટેન્કરમાંથી રૂ. ૪૦ હજારના કેમિકલ્સ તથા રોકડા ૧૦ હજાર મળી કુલ્લે ૫૦ હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી- છાપરાભાઠા રોડ બાપા સીતારામ ચોક બાઈટ સ્ટોન વિભાગ-૨ ખાતે ધવલભાઈ મોહનભાઈ સુથાર રહે છે. તેઓ ઈચ્છાપોર વાશુપૂજ્ય કોમ્પલેક્ષ ખાતે આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. તેમણે કામરેજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કામરેજ ઉભેળ ગામની હદમાં ટેન્કર નંબર જીજે-૧૨- એવાય ૮૮૯૪ના ચાલક દમારા હુડ્ડા તથા ટેન્કર નંબર એમએચ-૦૪-એફજે ૫૪૬૯ના ચાલક રામા ચૌહાણે પોતાના કેમિકલ્સના ટેન્કરમાંથી ૨૦૦-૨૦૦ લીટર મળી કુલ્લે ૪૦૦ લીટર કેમિકલ્સ મળી કુલ્લે ૪૦ હજારના કેમિકલ્સની ચોરી તથા કેમિકલ્સની ચોરીના વેચાણ આવકના ૧૦ હજાર મળી કુલ્લે ૫૦ હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે સુરેશ મારવાડી નામના આરોપી ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે.