(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત જિલ્લાના કામરેજ નવી પારડી-હજીરા રોડ પરથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. હત્યા પહેલાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના આંતરિક ભાગમાં તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ ગામની સીમમાં નવી પારડીથી હજીરા તરફ જતા રોડ પર ક્રિષ્ના પાર્ક નજીક એક ખેતરમાં એક મહિલાની લાશ મળી આવી હતી. મૃતક મહિલાના પતિએ જ કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ સ્થળ પહોંચી હતી. કેશવભાઈ નારાયણ ભાઈના ખેતરમાં કામ કરતી ૪૭ વર્ષીય મહિલા પર કોઈ અજાણ્યા શખ્સા એ બળાત્કાર કર્યા બાદ તેના આંતરીક ભાગમાં તીક્ષ્ણ હથિયાર નાંખી ઇજા પહોંચાડી હતી અને ત્યાર બાદ ફાંસો આપી હત્યા કરી નાંખી હતી. પોલીસે મહિલાના પતિ વિક્રમ વસાવાની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.