(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
ઉધનાના કિષ્ના મરાઠે કામધંધો નહીં હોવાને કારણે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના શ્રીરામ કુટિર ઘર નં.૧૬૨માં રહેતાં ક્રિષ્ના પુંડલીક મરાઠે (ઉ.વ.૩૬)ને છેલ્લા કેટલાક સમયથી કામધંધો મળતો ન હતો. જેને કારણે ટેન્શનમાં રહેતો હતો. ગત તા.૧૨-૧૨-૨૦૧૯ના રોજ પોતાના ઘરે છતના લાકડાની એગલમાં ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રંજનાબેન ઉર્ફે મંગલાબેન ક્રિષ્ના મરાઠેએ ઉધના પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે આપઘાત અંગેના કારણમાં મૃતક યુવાન કામધંધો નહીં મળતા બેકાર રહેતો હોવાના કારણે ચિંતિત બનતા આખરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો એવી નોધ કરી હતી.